“ગઢશીશા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશીદારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ”
પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓએ ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સુચના આપેલ.
જે સુચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.ચુડાસમા સાહેબનાઓએ પશ્ચિમ કચ્છ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચના, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટી.બી.રબારી સાહેબ તથા એ.એસ.આઇ. દેવજીભાઈ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરજભાઇ વેગડા, નવીનકુમાર જોષી, શક્તિસિંહ ગઢવી તથા ડ્રા.મહેન્દ્રસિંહ જાડેજાનાઓ માંડવીતાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એ.એસ.આઇ. દેવજીભાઈ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરજભાઇ વેગડાનાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, ભાવસંગજી ભગુભા જાડેજા રહે. દરશડી તા.માંડવી વાળો તેના કબ્જા ભોગવટાના વરંડામા તથા પોતાની ગાડીમા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખેલ છે અને તે સગેવગે કરવાની ફીરાકમાં છે. જે હકીકત આધારે તપાસ કરતા નીચેની વિગતે ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો મળી આવેલ જે બાબતે હાજર નહીં મળી આવેલ ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તમામ મુદ્દામાલ ગઢશીશા પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ.
- કબ્જે કરેલ મુદ્દામાલ (કુલ્લે કી.રૂા. ૨,૬૬,૯૩૦/-)
- ભારતીય બનાવટની વિદેશીદારૂની બોટલો નંગ- ૫૨૭ કી.રૂા. ૧,૬૬,૯૩૦/-
- ફોર વ્હીલ કાર રજી.નંબર જીજે.૦૩.સી.આર. ૦૦૩૫, કી.રૂા. ૧,૦૦,૦૦૦/-
- હાજર નહી મળી આવેલ ઇસમ
- ભાવસંગજી ભગુભા જાડેજા રહે. દરશડી તા.માંડવી