જમીનના ડખામાં કૌટુંબિક ભાઈએ જ કરી ભાઈની હત્યા

હળવદ તાલુકાના ચુંપણી ગામે સામાન્ય બોલચાલી બાદ કુટુંબી ભાઈએ જ છરી ઘા ઝીંકી ભાઈની હત્યા કરી હતી. આ બાબતે વાત કરીએ તો
આજે સાંજના સમયે હળવદ તાલુકાના ચુંપણી ગામે જમીનમાં ચાલવા બાબતે વિવાદ કરતા બોલચાલી થઈ હતી ત્યારબાદ કુટુંબીભાઈએ છરીના ઘા ઝીંકી રામા મોહન ઓડકિયા ઉ.વ.૫૫ વાળાનુ મોંત નીપજાવ્યુ હતુ આ બનાવ અંગે હળવદ પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી જઈ ફરીયાદ નોંધાવા તજવીજ હાથ ધરી છે તેમજ મૃતકની લાશને હાલ પીએમ અર્થે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.