રાપર તાલુકાનાં સુખપર ગામ નજીકથી એક અજાણ્યા યુવાનની લાશ મળી આવી

copy image

રાપર તાલુકાનાં સુખપર ગામ નજીકથી એક અજાણ્યા યુવાનની લાશ મળી આવેલ હતી. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ રાપર ખાતે આવેલ સુખપર નજીક ખારીયાવાળુ તળાવની બાજુમાં આ યુવાનની લાશ મળી આવેલ હતી. જાણવા મળી રહ્યું છે કે, આ યુવાનનું મોત 15 દિવસ પૂર્વે થયું હોવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. આ યુવાનની લાશ પર કોઈ ઇજાના નિશાન મળી આવેલ નથી. આ યુવાનનું મોત કયા કારણોસર થયું હશે તેની આગળની વધુ તપાસ પોલીસે આદરી છે.