અંજાર ખાતે આવેલ વરસામેડીમાં એક યુવાન પર ચાર શખ્સો દ્વારા હુમલો કરી દેવામાં આવતા પોલીસ મથકે ફરિયાદ


અંજાર ખાતે આવેલ વરસામેડી નજીક વેલસ્પન કંપની સામેની એક સોસાયટીમાં એક યુવાન પર ચાર શખ્સો દ્વારા હુમલો કરી દેવામાં આવતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ ધુળેટીના દિવસે બન્યો હતો. આ બનાવ અંગે વેલસ્પનમાં કામ કરનાર ભીમસિંઘ દેવેન્દ્રસિંઘ રાજપૂત દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી પોતાના રૂમની બહાર ઊભો હતો તે દરમ્યાન નજીકના રૂમમાં રહેનાર તેના કાકાના દીકરાના રૂમમાંથી રાડારાડનો અવાજ થતાં ફરિયાદી ત્યાં ગયેલ ત્યારે તેને જાણવા મળેલ કે, આરોપી શખ્સ તેને મારી રહ્યો હતો, તે દરમ્યાન ફરિયાદીએ તેમને રોકવા કોશિશ કરતાં આરોપી શખ્સે ફરિયાદીને ગાળો બોલેલ છે. જાણવા મળી રહ્યું છે કે, બાદમાં આરોપી શખ્સોએ ફરિયાદી પર હુમલો કરી દીધો હતો. સૌ પ્રથમ ફરિયાદીને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ, બાદમાં વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ હતો. આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.