ભુજમાં વિશ્વ રંગભૂમિ દિવસ ની ઉજવણી સ્વ નાટ્ય કલાકારો ને અંજલિ અપાઇ

આજે વિશ્વ રંગભૂમિ ના દિવસે ભુજ ખાતે શહેરની સત્યમ સંસ્થા દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું અને સાથે નાટ્ય કલાકારો ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને તેમની યાદમાં વિવિધ જગ્યાએ કાર્યો કરવામાં આવ્યા હતા શહેર ના ઓપન થિયેટરના સ્ટેજ પાસે નાટ્ય કલાકારો ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તેમજ ઓપન થિયેટરના સ્ટેજનું પૂજન કરવામાં આવ્યું હતું, તમામ નાટક કલાકારોને યાદમાં ભુજ શહેરમાં વિવિઘ સેવા કાર્ય કરવામાં આવ્યા હતાં, દરમિયાન કપડાઓ નું વિતરણ કરાવવામાં આવ્યું હતું, આ ઉપરાંત બાળકોને અલ્પાહાર ની વ્યવસ્થા કરી દેવામાં આવી હતી સ્વર્ગસ્થ નાટ્ય કલાકારો સ્વ ભાસ્કર બૂચ, સ્વ હસનભાઈ જમાદાર, સ્વ નટવરલાલ ભાઇ અંતાણી, સ્વ ભાનુ માંકડ, સ્વ સવિતાબેન શાહ, સ્વ જયંત મકવાણા, સ્વ દિન મણીભાઈ વોરા, સ્વ જમિયતભાઈ અંતાણી, સ્વ વનેચંદ શાહ, સ્વ નારણભાઈ ગુસાઇ,સ્વ જલનિધિ વોરા, સ્વ રશ્મી મહેતા, સ્વ રાજેશ વોરા, સ્વ રસિક નાથાણી, સ્વ માર્કંડ વોરા, સ્વ એલ એન ચીનોયારા, સ્વ પ્રદીપ બૂચ, સ્વ નંદ કિશોર ગોહિલ,સ્વ કીર્તિ કુમાર હાથી, દરમિયાન આજ ના દીને માઇક સિસ્ટમ ના વાહન સાથે સેવા કાર્યો કરવા માં આવ્યા હતા, આજના કાર્યક્રમમાં સત્યમ સંસ્થા ના અધ્યક્ષ દર્શક અંતાણી, નરેન્દ્ર ભાઈ સ્વાદિયા,પ્રો જાદુગર ચુડાસમા તેમજ મહિલા અગ્રણી રામુબેન પટેલ,નર્મદાબેન ગામોટ, કિસનભાઈ ગોર ની ઉપસ્થિતમાં રંગભૂમિ ઓપન થીએટર પૂજન કરવામાં આવ્યું હતું,દરમિયાન માઈક સિસ્ટમ ના વાહન ની વ્યવસ્થા ભુજ નગર સેવા સદનના પૂર્વ નગરસેવક અને ભુજ કો.ઓ.બેંકના ચેરમેન ધીરેનભાઈ ઠક્કર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી