માંડવી ખાતે આવેલ ધ્રબુડી નજીક કામ કરતી વેળાએ ઊંચાઈએથી પટકાતાં 35 વર્ષીય શખ્સનું મોત

kissclipart-dead-body-clipart-cadaver-clip-art-2f15f28f4a80113c

copy image

copy image

માંડવી ખાતે આવેલ ધ્રબુડી નજીક કામ કરતી વેળાએ ઊંચાઈએથી પટકાતાં 35 વર્ષીય યુવાનનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ માંડવીના  ધ્રબુડી ગામમાં  લગ્નપ્રસંગે  મંડપનું કામ ચાલી રહ્યું હતું તે દરમ્યાન 35 વર્ષીય બાબુભાઇ પટ્ટણી નામના શખ્સ કામ કરતા સમયે ઊંચાઇ પરથી નીચે પટકાયા હતા. જેથી તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર ઇજાઓને પગલે તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસે આ બનાવ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.