મુંદ્રા તાલુકાના ભોરારામાં 29 વર્ષીય પરિણીતાનું નર્મદા કેનાલમાં ડૂબી જવાથી મોત

copy image

copy image

મુંદ્રા ખાતે આવેલ  ભોરારામાં 29 વર્ષીય પરિણીતાનું નર્મદા કેનાલમાં ડૂબી જવાથી મોત નીપજયું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ મુંદ્રા તાલુકાના ભોરારામાં રહેતા 29 વર્ષીય પરિણીતા ભાવનાબેન દીપકભાઇ પાતારિયા  માનસિક રીતે અસ્વસ્થ હતાં. ગત દિવસે વહેલી સવારના સમયે આ પરિણીતા પોતાના ઘરેથી   નીકળી ગયેલ હતા અને બાદમાં કોઇ અગમ્ય કારણોસર ગામ નજીક આવેલ નર્મદા કેનાલના પાણીમાં ડૂબીને મૃત્યુ પામ્યાં  હતાં. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી આદરી છે.