લખપત ખાતે આવેલ દયાપરમાં 23 વર્ષીય પરિણીતાએ ગળે ફાંસો ખાઈ જીવનનું અંતિમ પગલું ભર્યું

copy image

લખપત ખાતે આવેલ દયાપરમાં 23 વર્ષીય પરિણીતાએ ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કરી લીધો હતો. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ લખપત તાલુકાનાં દયાપ્રમા રહેતા 23 વર્ષીય પરિણીતાએ ગત દિવસે સવારના સમયે જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. આ પરિણીતા પોતાના ઘરે હાજર હતી તે દરમ્યાન કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લીધો હતો. બનાવ અંગે જાણ થતાં તેમને તુરંત સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.