અંજાર ખાતે આવેલ મેઘપર બોરીચીમાં 51 વર્ષીય આધેડે ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કર્યો

copy image

અંજાર ખાતે આવેલ મેઘપર બોરીચીની એક સોસાયટીમાં રહેતા 51 વર્ષીય આધેડે ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કરી લીધો હતો. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ મેઘપર બોરીચીની રાધેક્રિષ્ના સોસાયટીમાં રહેતા 51 વર્ષીય આધેડ રાજેન્દ્રકુમાર પઢિયારે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કરી લીધો હતો. પોલીસે આ બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી આદરી છે.