કચ્છી ધરા ધ્રૂજવાનો સિલસિલો યથાવત : ભચાઉના કડોલ નજીક ધરતીકંપનો આંચકો અનુભવાયો
કચ્છની ધરા ધ્રૂજતી રહે છે ત્યારે વધુ એક વખત ભચાઉના કડોલ નજીક ધરતીકંપનો આંચકો અનુભવાયો છે. આ મામલે સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, ભચાઉના કડોલ નજીકના રણ કાંઠે ગત મધ્યરાત્રીએ 3:25 મિનિટે વધુ એક ધરતીકંપનો આંચકો ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી રીસર્ચ કચેરી ખાતે નોંધાયો હોવાનું સામે આવી રહ્યું છે. વધુમાં જાણવા મળી રહ્યું છે કે, લગાતાર આવતા રહેતા આફ્ટર શોકના કારણે કચ્છમાં ધરા ધ્રુજવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. વર્તમાન મહિનામાં આ ત્રીજો આંચકો નોંધાયો હોવાનું સામે આવી રહ્યું છે.