વાંકાનેરમાંથી ચાર પત્તાપ્રેમીઓ ઝડપાયા
વાંકાનેરમાં આવેલ ટાઉનહોલ નજીકથી જાહેરમાં જુગાર રમતા ચાર પત્તા પ્રેમીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ટાઉન હોલ નજીક જાહેરમાં અમુક ઈશમો રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે બાતમી વાળા સ્થળ પર દરોડો પાડી 14 હજારની રોકડ સાથે ચાર પત્તા પ્રેમીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ શખ્સો વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ટાઉન હોલ નજીક જાહેરમાં અમુક ઈશમો રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે બાતમી વાળા સ્થળ પર દરોડો પાડી 14 હજારની રોકડ સાથે ચાર પત્તા પ્રેમીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ શખ્સો વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.