ભચાઉ હાઇવે પર નંદગામ ગેટ નજીક એક યુવાન પર ટેન્કરના ટાયર ફરી વળતાં ઘટના સ્થળે જ મોત

copy image

copy image

ભચાઉ હાઇવે પર નંદગામ ગેટ નજીક ટેન્કરના ચાલકે એક યુવાનને અડફેટે લેટે તેના પર ટેન્કર ફરી વળતાં આ યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજયું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ અંગે મૃતકના પત્ની દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદીના પતિ અમુલ્યા પ્લાયવુડ કંપનીમાં બોઇલર ઓપરેટર તરીકે નોકરી કરતા હતા. ગત તા. 26/03ના રોજ બપોરના સમયે પગે ચાલીને નંદગામના ગેટ સામેથી જઇ રહ્યા હતા તે દરમ્યાન તેમના હાથમાંથી મોબાઈલ પડી જતાં તેઓ લેવા ગયેલ હતા તે દરમ્યાન પૂરપાટ આવતા ટેન્કરના ટાયર તેમના માથા પરથી ફરી વળતાં ઘટનાસ્થળે જ તેમનું મોત નિપજ્યું નીપજયું હતું. જાણવા મળી રહ્યું છે કે, ટેન્કરનો ચાલક અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો. પોલીસે આ બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.