સુરતમાં માત્ર 400 રુપિયાની લેતીદેતી અંગે એક યુવાનને ઢોર માર મારતા મોત

copy image

copy image

 સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, સુરતમાં માત્ર 400 રુપિયાની લેતીદેતી અંગે એક યુવાનને ઢોર માર મારતા મોત થયું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ નાનપુરા મક્કાઇપુલ સર્કલ નજીક 400 રુપિયાની લેતીદેતીમાં એક યુવકને ઢોર માર મરવામાં આવેલ હોવાથી તેનું મોત નીપજયું હતું. મૃતક યુવકના શરીર પર કોઇ ઘાના નિશાન ન હતા પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં યુવકને ઢોર માર મારી હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે કાર્યવાહી હાથ ધરી અને આરોપી શખ્સની અટક કરી હતી. આરોપી શખ્સની વધુ પૂછતાછ કરવામાં આવતા સામે આવ્યું કે, આ બંને જણા સાથે ફુટપાથ પર રહેતા હતા. બંને વચ્ચે 400 રુપિયા લેવા બાબતે ઝઘડો થતાં આરોપી શખ્સે ઉશ્કેરાઈ જઈ અને હાથથી ઢોરમાર મારી શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડી હત્યા કરી હતી. પોલીસે આરોપી શખ્સની અટક કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.