વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લાકડીયા પોલીસ

મે.પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ, પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ,ભચાઉ વિભાગ ભચાઉનાઓએ જીલ્લામાંથી પ્રોહિબીશનની બદીને નેસ્ત નાબુદ કરવા આપેલ જરુરી સુચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર આર.આર.વસાવા લાકડીયા પોલીસ સ્ટેશનનાઓ તાબાના સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં નીકળેલ દરમ્યાન ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે, જુના કટારીયા વિસ્તારમાં સામખીયાળી-મોરબી હાઈવે પર આવેલ આશાપુરા રામદેવ હોટલના સંચાલક જશારામ સતારામ ચૌધરી રહે.રાજસ્થાનવાળો પોતાના કબ્જાની હોટલમાં ગે.કા રીતે વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે જેથી મળેલ બાતમી હકિકત આધારે પંચો અને સ્ટાફના માણસો સાથે આશાપુરા રામદેવ હોટલમાં તપાસ કરતા વિદેશી દારૂના જથ્થા સાથે હોટલ સંચાલક મળી આવતા તેને અટકાયતમાં લઈ લાકડીયા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનનો ગુનો રજીસ્ટર્ડ કરી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

કબ્જે કરેલ મુદામાલ:-

બ્લેન્ડર્સ પ્રાઈડ સિલેક્ટ પ્રિમિયમ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલની બોટલો નંગ-૯ કિ.રૂ.૭૬૫૦/-

જોની વોકર બ્લેક લેબલ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કી ૭૫૦ એમ.એલની બોટલો નંગ-૧૫ કિ.રૂ.૨૧૬૦૦/-

કિંગફીશર સુપર સ્ટ્રોંગ પ્રિમીયમ બીયર ટીન નંગ-૨૪ કિ.રૂ.૨૪૦૦

કુલ કિ.રૂ.૩૧૬૫૦/-

પકડાયેલ આરોપી

જશારામ સતારામ ચૌધરી ઉ.વ-૨૭ રહે.હાલ આશાપુરા રામદેવ હોટલ મુળ રહે.કમટાઈ તા.શીણદ્રી

જિ.બાડમેર રાજસ્થાન

આ કામગીરીમાં પોલીસ ઇન્સપેક્ટર આર.આર.વસાવા તથા એ.એસ.આઈ જયેશભાઈ પારગી, હેડ કોન્સ. સમિતભાઈ ડાભી,પો.કોન્સ. દિપક સોલંકી, હિતેશભાઈ રાઠોડનાઓ સાથે રહેલ હતા.