ભચાઉ ખાતે આવેલ જૂના કટારિયાની હોટેલમાંથી 31 હજારના દારૂ સાથે સંચાલકની ધરપકડ
ભચાઉ ખાતે આવેલ જૂના કટારિયાના સીમ વિસ્તારમાંની એક હોટેલમાંથી 31 હજારના દારૂ સાથે પોલીસે હોટેલ સંચાલકને ઝડપી પાડ્યો હતો, આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ભચાઉ ખાતે આવેલ સામખિયાળી – મોરબી ધોરીમાર્ગ જૂના કટારિયાની સીમમાં આવેલ આશાપુરા રામદેવ હોટેલમાં ગત રાત્રે પોલીસે રેઈડ પાડી કાર્યવાહી હાથ ધરી હતી. જાણવા મળી રહ્યું છે કે હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન પોલીસને જોઇ નાસવાની કોશિશ કરતા હોટેલના સંચાલકને પોલીસે સકંજામાં લઈ લીધો હતો. બાદમાં આ હોટલના રસોડામાં તપાસ હાથ ધરવામાં આવતા તેલના ખાલી ડબ્બાની આડમાં પ્લાસ્ટિકના બાચકાંની ઓથમાં સંતાડેલી દારૂની બોટલો નીકળી પડી હતી. પોલીસે આ હોટલમાંથી કુલ 31,650નો શરાબનો જથ્થો કબ્જે કરી આગળની વધુ તપાસ આરંભી છે.