મુંદ્રામાં 47 વર્ષીય આધેડે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કર્યો
મુંદ્રા ખાતે આવેલ સુંદરમ પાર્કમાં 47 વર્ષીય આધેડે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કરી લીધો હતો. આ બનાવ અંગે પ્રાપ્ત થઈ વિગતો મુજબ મુંદ્રાના સુંદરમ પાર્કમાં રહેતા મૂળ મોટા ધાવડા ના 47 વર્ષીય આધેડ નરેન્દ્રસિંહ અજિતસિંહ પરમારે ગત દિવસે બપોરના સમયે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લીધો હતો. તેઓ ગત દિવસે બપોરના સમયે પોતાના ઘરે હાજર હતા તે દરમ્યાન કોઈ અગમ્ય કારણોસર પંખામાં સાડી વડે ગળેફાંસો ખાઇ મોતને વ્હાલું કરી લીધું હતું. પોલીસે આ બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી આદરી છે.