ગાંધીધામમાં એક યુવાનનું કોઈ કારણોસર મોત : મોત પાછળનું કારણ અકબંધ
ગાંધીધામમાં એક યુવાનનું કોઈ કારણોસર મોત નીપજયું હતું. આ મામલે સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, આ યુવાનનું મોત કયા કારણોસર થયું હશે તે હજુ સામે આવ્યું નથી. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ અપમૃત્યુનો આ બનાવ ગાંધીધામ ખાતે આવેલ ભારતનગર વાલ્મીકિ સોસાયટી ક્રિષ્ના મેડિકલ નજીક બન્યો હતો. જાણવા મળી રહ્યું છે કે, કરણ મહેશ્વરી નામનો યુવાન અહીં એક દુકાનના ઓટલા પર હતો તે દરમ્યાન, કોઇ કારણોસર તેનું મોત નીપજયું હતું. આ યુવાનના મોત પાછળનું કારણ હજુ અકબંધ છે.આ મામલે આગળની તપાસ જારી છે.