લખપત ખાતે આવેલ ઘડુલીના 90 વર્ષીય વૃદ્ધાનું ઇલેક્ટ્રીક શોટસર્કિટના કારણે દાઝી જવાથી મોત
લખપત ખાતે આવેલ ઘડુલીના 90 વર્ષીય વૃદ્ધાનું ઇલેક્ટ્રીક શોટસર્કિટના કારણે દાઝી જવાથી મોત નીપજયું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થઈ વિગતો મુજબ લખપત તાલુકાના ઘડુલી ગામે રહેતા 90 વર્ષીય વૃદ્ધા હીરબાઇ જેઠાભાઇ સોલંકી ગત દિવસે સાંજના અરસામાં પોતાના ઘરે હાજર હતા તે દરમ્યાન પ્રાઇમસ પર લટકતા જૂના ઇલેક્ટ્રીકના વાયર પ્રાઇમસ પર પડતાં શોટસર્કિટ થયો હતો જેમાં આ વૃદ્ધા ગંભીર રીતે દાઝી ગયાં હતાં. ગંભીર રીતે દાઝી જવાથી આ વૃદ્ધને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા પરંતુ રસ્તમાં જ આ વૃદ્ધનું મોત નીપજયું હતું. આ બનાવ દયાપર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી છે.