માધાપરમાથી ટ્રેઇલરની ટ્રોલી ચોરનાર શખ્સને પોલીસે દબોચી લીધો
માધાપરમાથી ટ્રેઇલરની ટ્રોલી ચોરનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ગત તા. 6/3 થી 7/3 દરમ્યાન માધાપર ધોરીમાર્ગ પર જોષી પેટ્રોલપંપ નજીકના સર્વિસરોડ પર રાખવામા આવેલ પાંચ લાખની ટ્રેઇલરની ટ્રોલી ચોરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ ચોરીના ગુનામાં સામે આરોપી શખ્સને પોલીસે સકંજામાં લીધો હતો. આ મામલે પ્રાપ્ત થઈ વિગતો મુજબ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, માધાપરમાંથી થયેલ ટ્રોલીની ચોરીમાં સામેલ આરોપી શખ્સ હાલમાં રેલવે ફાટક નજીક હાજર છે. મળેલ બાતમીના આધારે પોલીસે બાતમી વાળા સ્થળ પર કાર્યવાહી હાથ ધરી અને આરોપી ઈશમને ઝડપી લીધો હતો. પોલીસે પકડાયેલ શખ્સની વધુ પૂછપરછ કરતાં તેને ટ્રેઇલની ટ્રોલીની ચોરી સ્વીકારી હતી. પોલીસે આરોપી શખ્સની અટક કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.