આદિપુરમાં 70થી વધુ માદા શ્વનોનું ખસીકરણ
કાર્યરત નિર્ભય ફાઉન્ડેશન દ્વારા ગાંધીધામ આદિપુરમાં શ્વાનો માટે અત્યાર સુધી 70થી વધુ માદા શ્વાનોનું ખસીકરણ કરાઈ ચુક્યુ છે. ઈફ્કો સહિતની સંસ્થાઓ પણ આગળ આવીને પરિસ્થિતિ પર નિયંત્રણ લાવવા સંસ્થાનો સાથ સહકાર આપી રહી છે આ બાબતે જાણવા મળી રહ્યું છે કે અત્યાર સૂધિમાં સંસ્થાએ સમગ્ર સંકુલમાંથી 70થી વધુ ફીમેલ ડોગ્સનું ખસીકરણ કરવામાં આવી ચૂક્યું છે, જેથી જનસંખ્યા નિયંત્રણમાં રહે છે. હાલ તેમણે ઈફ્કો સાથે જોડાણ કરીને ઉદયનગરમાં રહેલા શ્વાનોનું ખસીકરણ શરૂ કરી દેવામાં આવ્યું છે, જે આવનાર ત્રણ ચાર માસમાં પુર્ણ થવાનું જાણવા મળી રહ્યું છે..