ચેક બાઉન્સના કેસમાં સજા સામે દાખલ કરવામાં આવેલ અપીલ કોર્ટ દ્વારા નામંજૂર કરાઇ

copy image

ચેક બાઉન્સના કેસમાં સજા સામે દાખલ કરવામાં આવેલ અપીલ કોર્ટ દ્વારા નામંજૂર કરાઇ છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ આદિપુરના ફરિયાદી પાસેથી આરોપી શખ્સે હાથ ઉચ્છીના 15લાખ લીધેલ હતા. જે પેટે આપવામાં આવેલ ચેક પરત ફર્યો હતો, જેથી ફરિયાદીએ આરોપી શખ્સ વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવેલ હતો. આ કેસમાં કોર્ટે આરોપીને 18 માસની સાદી કેદની સજા ઉપરાંત ચેકની રકમ વળતર પેટે ચૂકવવા આદેશ જાહેર કર્યો હતો, પરંતુ આરોપીએ આ હુકમ સામે અપીલ કરતાં બીજા અધિક સેશન્સ ન્યાયાધીશ બી.જી. ગોલાણી દ્વારા અપીલ રદ કરવાનો હુકમ કરવામાં આવેલ હતો અને ટ્રાયલ કોર્ટે આપેલા આદેશને યથાવત રાખ્યો હતો. તેમજ આરોપીના બેલ બોન્ડ કેન્સલ કરી, જેલ કસ્ટડીમાં લેવાયો હતો અને વળતરની ડબલ રકમ ચૂકવવા હૂકુમ જાહેર કરાયો હતો. તેમજ, નાણાં એક મહિનામાં ન ચૂકવવામાં આવે તો વધુ 6 મહિનાની સજાનો હુકમ જાહેર કરાયો હતો.