રોજના 3-5 હજાર કમાવવાની લાલચે મહિલાએ 73 ગુમાવ્યા : અમેઝોન પ્રોડક્ટના ટાસ્ક પૂરા કરવાના બહાને એક મહિલા સાથે રૂ.73 લાખની ઠગાઈ

copy image

અમેઝોન પ્રોડક્ટના ટાસ્ક પૂરા કરવાના બહાને એક મહિલા સાથે રૂ.73 લાખની ઠગાઈ થતાં ભારે ચકચાર પ્રસરી છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર એમેઝોન પ્રોડક્ટના ટાસ્ક પૂરા કરીને ઘરે બેઠા રોજના રૂ. 3-5 હજાર કમાવાની લાલચમાં લોન કન્સલ્ટન્ટનું કામ કરતી મહિલાએ પૈસા ભરવાનું શરૂ કરેલ હતું. જાણવા મળી રહ્યું છે કે, બાદમાં બીટ કોઈનમાં રોકાણ કરાવાની લાલચ આપી આરોપી શખ્સોની ટોળકીએ આ મહિલા પાસેથી રૂ.73 લાખ પડાવી લીધા હતા. ત્યારે, તે પૈસાની પરત માંગ કરવામાં આવતા રૂ.1.5 કરોડનો ટાસ્ક પૂરો કરવાનું જણાવેલ હતું આ મહિલાએ ટાસ્ક પૂરો કરવાની ના કરતાં તેની સાથે રૂ.73 લાખની ઠગાઈ થઈ હોવાનું સામે આવ્યું હતું. આ સમગ્ર મામલાની વિગત આ મુજબ છે, વિજય ચાર રસ્તા નજીક પ્રગતિ સોસાયટીમાં રહેતાં હેતલબહેન સાત વર્ષથી ફિનબક્સ ગ્રોથ નામથી લોન કન્સલ્ટન્સી ધરાવે છે. જ્યારે તેમના પતિ નેશનલ વાઈડ ઓવરસીસ એજ્યુકેશન નામથી વિઝા કન્સલ્ટન્સી ધરાવે છે. ગત તા. 22/3ના એમેઝોન રિક્રૂટમેન્ટ વર્કિંગ ગ્રૂપના એડમિને હેતલબહેનને તેમના ગ્રૂપમાં એડ કરેલ હતા તે સમયે તે 59 મેમ્બર્સ હતા. આ ગ્રૂપના એડમીન દ્વારા તમે ઘરે બેઠા રોજ પાર્ટટાઇમ જોબમાં રૂ. 3 થી 5 હજાર કમાઈ શકો છો તેવું જણાવ્યા બાદ જેના માટે તમે એમેઝોન મર્ચન્ટની પ્રોડક્ટને પ્રમોટ કરશો એટલે કંપનીનું ટર્ન ઓવર વધશે. જેમાં ટાસ્ક પૂરાં કરવામાં આવે તો તમને રોજના રૂ.3 થી 5 હજાર મળી શકે છે. જાણવા મળી રહ્યું છે કે, ફરિયાદીને બીટકોઈનની સ્ક્રિપ્ટમાં રોકાણ કરવાનું જણાવે અને ટુકડે ટુકડે રૂ.73 લાખનું રોકાણ કરવી લીધું હતું.આ અંગે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આ મામલે નોંધાવેલ ફરિયાદ અનુસાર આગળની વધુ તપાસ આરંભી છે.