1.28 લાખના દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડતી ભચાઉ પોલીસ

copy image

copy image

ભચાઉ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને ખાનગી રાહે બાદમી મળેલ હતી કે બળવંત ઉર્ફે બળો બચુભાઈ મણકા નામનો શખ્સના કબ્જાની સ્કોર્પિયો ગાડીમાં ભારતીય બનાવટ નો વિદેશી દારૂ લઈ નવાગામ થી હિંમતપુરા તરફ આવી રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળા સ્થળ પર વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી વાળી ગાડી આવતા પોલીસે તેને અટકાવી અને તેની તપાસ હાથ ધરી હતી. હાથ દોરવામાં આવેલ તપાસમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો તેમજ ક્વાર્ટરીયા સહિત કુલ 1,28,940નો દારૂ પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે તમામ મુદ્દા માલ કબજે કરી આરોપી શખ્સની અટક કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.