સુખપર ના એક રહેણાંક મકાનમાંથી 28,000નો દારૂ ઝડપી પાડતી દુધઈ પોલીસ

copy image

દુધઈ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને ખાનગી રહે બાતમી મળેલ હતી કે રણજીતસિંહ દિલીપસિંહ જાડેજા નામના શખ્શે સુખપરમાં પોતાના કબ્જાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી વિદેશી દારૂનો જથ્થો વેચાણ અર્થે રાખેલ છે. મળેલ બાતમીના આધારે પોલીસે બાતમી વાળા સ્થળ પર દરોડો પાડી આરોપી શખ્સના મકાનમાં તપાસ હાથ ધરી હતી. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમિયાન કુલ 28,480નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ પોલીસે કબ્જે કર્યો હતો. પોલીસે તમામ મુદ્દા માલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.