રાપરમાં પાણીના વિશાળ ટાંકામાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર

copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, રાપર ખાતે પાણીના વિશાળ ટાંકામાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર પ્રસરી હતી. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ શહેરની ભાગોળે આવેલ હેલિપેડ વિસ્તારમાં નગરપાલિકાના પાણીના ટાંકામાંથી અજાણ્યા પુરુષનો તરતી અવસ્થામાં મૃતદેહ મળી આવેલ હતો. જાણવા મળી રહ્યું છે કે, રાત્રિ દરમ્યાન કોઈ અજાણ્યો ઈસમ પાણીના ટાંકામાં પડી ગયેલ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સુધારાઈના પાણીના ટાંકામાં પ્રથમ પીવાનું પાણી આવે છે,જ્યાંથી ફિલ્ટર થવા માટે મોટા ટાંકામાં પહોંચે અને ત્યાંથી નગરમાં પાણી વિતરણ થાય છે. આ સ્થળે મૃતદેહ મળી આવેલ હોવાની જાણ થતાં એમ્બ્યુલન્સ, પોલીસ અને પાલિકાના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.આ પુરુષનું મોત કયા કારણોસર થયું હશે તે અંગેની વિગતો પી.એમ બાદ જ સામે આવશે. આ અંગે આગળની વધુ કાર્યવાહી જારી છે.