માંડવીમાં વોલ્ટેજ વધતાં શોરૂમ અને રહેણાકોમાં વીજ ઉપકરણો જતાં નુકશાન

copy image

માંડવીમાં વોલ્ટેજ વધતાં શોરૂમ અને રહેણાકોમાં વીજ ઉપકરણો બળી ગયા હતા. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર માંડવી શહેરમાં આવેલ રૂકમાવતી પુલથી એસટી બસ સ્ટેશન વચ્ચે ન્યુ મહાવીર ફર્નિચર શો રૂમ અને પર આવેલ રહેણાંકમાં વીજ પ્રવાહમાં વોલ્ટેજ વધી જતાં તમામ વીજ ઉપકરણો બળી ગયા હતા. જાણવા મળી રહ્યું છે કે, ફર્નિચર શો રૂમ અને રહેણાંક મકાનમાં વોલ્ટેજ વધી જવાના કારણે 7 પંખા,5 ટ્યુબ લાઈટ, 1 ફ્રિજ, 1 ટીવી બળી જતાં નુકશાન થવા પામ્યું છે. અહી નોંધનીય બાબત એ છે કે અગાઉ વોલ્ટેજ વધવાની બે વખત આ ઘટના બની હતી તેમાં પણ ઉપકરણો બળી જતાં નુકશાન થયું હતું.