પશ્ચિમ કચ્છ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા રોંગસાઇડમાં વાહન ચલાવતા ચાલકો સામે કાર્યવાહી

copy image

copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, પશ્ચિમ કચ્છ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા રોંગસાઇડમાં વાહન ચલાવતા ચાલકો સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી. હાલના વ્યસ્તતા ભરેલ ઝડપી જીવનમાં જિલ્લામાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે જેમાં મોટાભાગના અકસ્માત રોંગસાઇડ વાહન ચલાવવું એ એક મુખ્ય કારણ છે. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન રોંગસાઇડમાં આવતા વાહન ચાલકો વિરુધ્ધ 72 એનસી કેસ કરવામાં આવેલ હતા તથા અન્ય 32 NC કેસો કરી સ્થળ દંડ 32 હજાર વસૂલાયો હતો. આ કાર્યવાહી સતત ચાલુ રહેશે તેવું જાણવા મળી રહ્યું છે.