લાંચ લેનાર એએસઆઈને ચાર વર્ષ અને વચેટીયાને ત્રણ વર્ષ કેદની સજા જાહેર

copy image

copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, આઠ વર્ષ અગાઉ ઝઘડાના બનાવ બાદ અરજી ફાઈલ કરાવી બિનજરૂરી કનડગત નહિ કરવાના નામે રૂપિયા બે હજારની લાંચ લેનાર ઝડપાયેલા એએસઆઈને ચાર વર્ષ અને વચેટીયાને ત્રણ વર્ષ કેદની સજા કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલ છે.આ મામલે પ્રાપ્ત થતી વિગતો અનુસાર ફરિયાદીના દીકરા અને રવાપર ગામના શખ્સ વચ્ચે ઝઘડો થયેલ હતો. જે બાદ આરોપી સાથે સંકળાયેલા સમાજ દ્વારા ફરિયાદીના ધંધા સબંધી બહિષ્કાર કરી દેવામાં આવેલ હતો. જેથી ફરિયાદી દ્વારા તેમની વિરુદ્ધ અરજી આપવામાં આવતા તેની તપાસ માટે આરોપી એએસઆઈએ ફરિયાદી પાસે ગયા હતા. જાણવા મળી રહ્યું છે કે બાદમાં આરોપી પોલીસકર્મી એ અરજી ફાઈલ કરાવી દેવાની અને બિનજરૂરી કનડગત નહિ કરવા બાબતે રૂપિયા બે હજારની લાંચની માંગણી કરેલ હતી. જેથી આરોપી શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા લાંચનું છટકું ગોઠવી આરોપી પોલીસકર્મી અને વચેટીયાને લાંચ લેતા રંગે ઝડપી પાડવામાં આવેલ હતા. આ ગુનામાં  કોર્ટે આઠ વર્ષ પશ્ચાત પુરાવાઓ અને સાક્ષી તપાસી આરોપી પોલીસકર્મીને ચાર વર્ષ કેદ અને રૂપિયા બે હજારનો દંડ અને વચેટીયા આરોપીને ત્રણ વર્ષ કેદ અને રૂપિયા એક હજારનો દંડ ફટકરતો હૂકુમ જાહેર કર્યો છે.