ભુજ તાલુકાનાં મિર્ઝાપર ગામની પરિણીતા સાથે યુકેથી આવેલું પાર્સલ છોડાવવાના બહાને 48.77 લાખની ઠગાઈ

copy image

ભુજ તાલુકાનાં મિર્ઝાપર ગામની પરિણીતા સાથે યુકેથી આવેલું પાર્સલ છોડાવવાના બહાને 48.77 લાખની ઠગાઈ થતાં ભારે ચકચાર મચી છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર એકાદ વર્ષ અગાઉ ઈન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી ગૃહિણી સાથે મિત્રતા કરી આરોપી શખ્સોએ વિશ્વાસ મેળવ્યા બાદ યુકે થી કપડાં, સોનુ તેમજ 80 હજાર પાઉન્ડ સાથેનું પાર્સલ મોકલાવેલ છે તેવી લાલચ આપી આ પાર્સલ છોડાવવાના ચાર્જ, કસ્ટમ ડ્યુટી, પ્રમાણપત્ર, એફિડેવીટ તેમજ પોલીસ ક્લિયરન્સ સહિતના બહાના કરી કુલ 48,77,125 રૂપિયા પડાવી લીધા હતા. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ આરોપીએ ઈન્સ્ટાગ્રામ આઈડી પરથી ફરિયાદીને રિક્વેસ્ટ મોકલ્યા બાદ વિશ્વાસ મેળવ્યો હતો. અઠવાડિયા બાદ વિદેશી નંબર પરથી ફોન કરી અને યુકેથી ગિફ્ટ મોકલ હોવાનું જણાવેલ હતું. થોડા દિવસ બાદ અજાણ્યા નંબર પરથી ફોન આવેલ અને દિલ્હી કાર્ગો પાર્સલ સર્વિસનો કર્મચારી હોવાનું જણાવી યુએસથી પાર્સલ આવેલ છે જે છોડાવવા માટે રૂપિયા 2,35,000 ભરવા હોવાનું જણાવ્યુ હતું. જેની વ્યવસ્થા કરી ફરિયાદીએ પૈસા વ્યક્તિએ જણાવેલ ખાતામાં જમા કરાવેલ હતા. આ કિસ્સા બાદ ફરી પાર્સલ છોડાવવા માટે ઇન્કમટેક્સ વિભાગ તરફથી પ્રમાણપત્ર લેવાના અંગે વોટ્સએપ દ્વારા જાણ કરાઈ હતી અને એફિડેવીટ તથા પોલીસ ન થયું હોવાથી પાર્સલ અટકાવાયું છે તેમ જણાવી, જે છોડાવવા માટે જુદા જુદા ખાતામાં ટુકડે ટુકડે કુલ 48,77,125 જેટલી રકમ મેળવી લીધી હતી. છતાં પણ પાર્સલ ન મળતા આ મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે નોંધાવેલ ફરિયાદ અનુસાર આગળની વધુ તપાસ આરંભી છે.