ગાંધીનગરમાંથી 47 હજારના મુદ્દામાલ સાથે સાત જુગારપ્રેમીઓ ઝડપાયા

copy image

ગાંધીનગરમાંથી 47 હજારના મુદ્દામાલ સાથે પોલીસે સાત જુગારપ્રેમીઓને ઝડપી પાડ્યા છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ગાંધીનગરના સે-23માં આવેલા બગીચા નજીક પોલીસે આ કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ગાંધીનગરના સે-23માં આવેલા ગાર્ડનની બહાર જાહેર શૌચાલય પાસે અમુક ઈશમો રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી વાળા સ્થળ પર દરોડો પાડી જુગાર રમતા 7 શખ્સોને ઝડપી પાડ્યા હતાં. પોલીસે પકડાયેલ પત્તાપ્રેમીઓ પાસેથી રોકડ રૂ. 10620 અને રૂ.37000ની કિંમતના 8 મોબાઈલ મળી કુલ રૂ.47620નો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો. પોલીસે પકડાયેલ શખ્સો વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.