વાંકાનેરના એક રહેણાક મકાનમાંથી વિદેશી દારૂની ૨૭ બોટલ સાથે આરોપી શખ્સની અટક
વાંકાનેર શહેરમાં આવેલ ગાયત્રીમંદિર નજીકના એક રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર વાંકાનેર સીટી પોલીસની ટીમ પેટ્રોલીગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ગાયત્રીમંદિર સામે રહેતા ચેતનભાઈ ધીરજલાલ કુણપરાએ પોતાના કબ્જાના રહેણાક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવીને રાખેલ છે. મળેલ બાતમીના આધારે પોલીસે બાતમી વાળા મકાનમાં રેઈડ પાડી વિદેશી દારૂની ૨૭ બોટલ કબ્જે કરી હતી. પોલીસે કીમત રૂ.૧૦૯૯૫નો દારૂનો જથ્થો કબ્જે કરી આરોપી શખ્સોની અટક કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.