વસ્ત્રાલમાં ટેમ્પોના ચાલકે સગીર મિત્રોના વાહનને અડફેટમાં લેતા એક સગીરનું ઘટના સ્થળે જ મોત

copy image

copy image

વસ્ત્રાલ ખાતે ગજાનંદ આર્કેડ ચાર રસ્તા નજીક એક ટેમ્પોના ચાલકે સગીર મિત્રોના વાહનને અડફેટમાં લેતા એક સગીરનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ વસ્ત્રાલ ખાતે ગજાનંદ આર્કેડ ચાર રસ્તા પર માલ ભરેલા ટેમ્પોચાલકે બે સગીર મિત્રોના વાહનને અડફેટમાં લીધા હતા જેથી ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જાણવા મળી રહ્યું છે કે, ટક્કર વાગતા જ બંને મિત્રો રોડ પર પટકાયા હતા. જેમાં 15 વર્ષીય સગીરનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે તેના મિત્રને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો. ટેમ્પોનો ચાલક અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગે ટેમ્પોના ચાલક વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે આગળની વધુ તપાસ આદરી છે.