ભચાઉ ખાતે આવેલ જૂની મોટી ચીરઇમાંથી પોલીસે 46 હજારનો દારૂ ઝડપાયો : આરોપી ફરાર

copy image

copy image

ભચાઉ ખાતે આવેલ જૂની મોટી ચીરઇમાંથી પોલીસે 46 હજારનો દારૂ કબ્જે કર્યો હતો. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ભચાઉ તાલુકાનાં   યુવરાજાસિંહ રાજેન્દ્રાસિંહ જાડેજા જૂની  મોટી  ચીરઇ તથા રામદેવાસિંહ ઉર્ફે ડકુ રણજિતાસિંહ જાડેજા (રહે. નવી મોટી ચીરઇ) નામના શખ્સોએ ખરાવાળી વિસ્તારમાં  ઓરડીની નજીક આવેલ બાથરૂમમાં દારૂ છુપાવીને રાખેલ છે. મળેલ બાતમીના આધારે પોલીસે બાતમી વાળા સ્થળ પર દરોડો પાડી  46,515નો દારૂ જથ્થો ઝડપી પાડ્યો છે. માહિતી મળી રહી છે કે, હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આરોપી શ્ખ્સ હાજર મળ્યા ન હતા. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.