લખપત ખાતે આવેલ જુણાચાયની ખાનગી કંપનીમાંથી  45 હજારના  કોપર કેબલની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ

  લખપત ખાતે આવેલ જુણાચાયના સીમ વિસ્તારમાં ખાનગી કંપનીના ટ્રાન્સફોર્મર મશીનમાંથી  45 હજારના  કોપર કેબલની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર આ બનાવ અંગે કંપનીના અધિકારી દ્વારા નરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર  ગત તા. 7/2થી 8/2 દરમ્યાન  લખપત ખાતે આવેલ જુણાચાયના સીમ વિસ્તારમાં આ કંપનીના ટ્રાન્સફોર્મર મશીનમાંથી કિ.રૂા. 45000ના કોપર વાયરની તસ્કરી કરી ચોર ઈશમો ફરાર થઈ ગયા હતા. આ મામલે નોંધાવેલ ફરિયાદ અનુસાર પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.