પવનચક્કીમાંથી કેબલ ચોરીના પ્રકરણમાં વધુ બે આરોપી ઈશમોની અટક કરતી લાકડિયા પોલીસ

copy image

copy image

 સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, પવનચક્કીમાંથી કેબલ ચોરીના પ્રકરણમાં  લાકડિયા પોલીસે  વધુ બે આરોપી ઈશમોની અટક કરી હતી. આ મામલે પ્રાપ્ત થઈ વિગતો મુજબ લાકડિયા  પોલીસે  ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના  આધારે  કેબલના ચોરીના પ્રકરણમાં સામેલ વધુ બે આરોપી શખ્સની અટક  હતી.  પકડાયેલા શખ્સો પાસેથી કોપર વાયર  64 કિલોગ્રામ કિં. રૂા. 32 હજારનો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવેલ હતો. જાણવા મળી રહ્યું છે કે આ કેબલ ચોરીના ગુનામાં અગાઉ બે આરોપીઓની ધરપકડ થઈ હતી બાદમાં વધુ બે ઈશમોને ઝડપી પાડ્યા છે. આ મામલે આગળની વધુ તપાસ પોલીસે જારી રાખી હોવાનું જાણવા મળી રહ્યું છે.