અંજારમાં ઘરમાં ઘૂસીને સગીરાની છેડતી કરનાર આરોપી શખ્સ ત્રણ વર્ષ માટે જેલના હવાલે
સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, અંજારમાં ઘરમાં ઘૂસીને સગીરાની છેડતી કરનાર આરોપી શખ્સને ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ વર્ષ 2014માં બન્યો હતો. આરોપી શખ્સએ સગીરાના ઘરમાં ઘૂસીને મિત્ર સાથે સંબંધ રાખવા દબાણ કરી તેની છેડતી કરી હતી. આરોપી અવાર નવાર તેણીના ઘરે આવીને હેરાન પરેશાન કરતો હોવાનું સામે આવતા કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આરોપી શખ્સને કેસમાં ત્રણ વર્ષની સજા ઉપરાંત કુલ બે હજારનો દંડની હૂકુમ જાહેર કર્યો છે.