સગીરાના અપહરણના કેસમાં આરોપી શખ્સને 7 વર્ષની સખ્ત કેદ
સગીરાના અપહરણના કેસમાં આરોપી શખ્સને ગાંધીધામની કોર્ટે 7 વર્ષની સખ્ત કેદ તેમજ 15 હજારનો દંડ ફટકર્યો છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ 17 વર્ષીય કિશોરીને બદકામ કરવાના ઈરાદે લલચાવી ફોસલાવી વાલીપણામાંથી અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો મામલો ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાયો હતો. જાણવા મળી રહ્યું છે કે આરોપી શખ્સ વિરુદ્ધ વર્ષ 2017માં ગુનો નોંધાયો હતો. આ કેસ ગાંધીધામના બીજા અધિક ન્યાયાધીશ સમક્ષ જતાં કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આરોપી શખ્સને સાત વર્ષની સખત કેદની સજા તથા 15 હજારનો દંડ ફટકાર્યો હતો તેમજ ભોગ બનનારને વળતર પેટે રૂા. 10 હજાર ચૂકવવા હૂકુમ જાહેર કર્યો હતો.