અંજારમાં 32 વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
અંજારમાં 32 વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કરી લીધો હતો. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજારના હેમલાઈ ફળિયામાં રહેતા 32 વર્ષીય યુવાન રીજવાન ઈબ્રાહિમ ધોબી ગત દિવસે સાંજના સમયે પોતાના ઘરે હાજર હતા તે દરમ્યાન અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતાં જ આ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે આ બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.