રવેચી ખાતે રામકથા દરમિયાન બાળકો ને શોધી આપનાર મહિલા કોન્સ્ટેબલો નુ સન્માન કરવામાં આવ્યું

તાજેતરમાં રવેચી માતાજી ના મંદિર ખાતે મોરારિબાપુ ની રામકથા ની પૂર્ણાહુતિ થઈ છે ત્યારે રામકથા દરમિયાન નાના બાળકો તેમના પરિવાર થી અલગ થઈ ગયા હતા તેમને તેમના પરિવાર સાથે મિલાપ કરાવવા માટે લાકડીયા પોલીસ મથકે ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ સુનિતા વિજયભાઈ સોલંકી એ બાર થી વધુ બાળકો ને પરિવાર સાથે મિલાપ કરાવ્યો હતો તથા રાપર પોલીસ મથક ની અન્ય બે મહિલા કોન્સ્ટેબલ જસીબેન આહિર અને રંજન બેન ને પણ રવેચી માતાજી ની રામકથા મા કામગીરી કરવામાં આવી તે માટે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર દ્વારા પ્રસંશા પત્ર એનાયત કરી નવાજવામાં આવ્યા હતા મહિલા કોન્સ્ટેબલ ની કામગીરી સંદર્ભે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ટ્વિટર પર ટ્વિટ કરી મહિલા કર્મચારી ને અભિનંદન પાઠવ્યા હતાં લાકડીયા પી.આઇ આર. આર વસાવા અને રાપર પીઆઇ જે.બી.બુબડીયા એ મહિલા કર્મચારીઓ ને અભિનંદન પાઠવ્યા હતા