કુંઢળ ગામે તળાવના કિનારે હાજતે ગયેલા યુવાન પર મગરે હુમલો કર્યો
આમોદ અને જંબુસર તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદીમાં વિશાળકાય મગરોનો વસવાટ છે ત્યારે તેઓ અમુક વખત નજીકમાં આવેલાં ગામોના તળાવો સુધી પહોંચી જતાં હોય છે. માનવીઓ ઉપર હૂમલો પણ કરતાં હોય છે અને આવો જ બનાવ કુંઢળ ગામે બન્યો છે. ગામના તળાવની પાસે રહેતા ગણપત રાઠોડ રાત્રિના ૧૦ વાગ્યાના અરસામાં તળાવના કિનારે કુદરતી હાજત માટે બેઠો હતો તે સમયે તળાવમાંથી મગરે તેના પર હૂમલો કર્યો હતો. મગર સામે બાથ ભીડીને તે હેમખેમ રીતે ઘરે આવ્યો હતો અને બનાવની જાણ કરતાં તેને સારવાર માટે જંબુસરના સરકારી દવાખાને ખસેડાયો હતો. તેને હાથમાં ચાર ટાંકા આવ્યાં છે. બનાવના પગલે ગામમાં ભયનો માહોલ જોવા મળી રહયો છે.
રિપોર્ટર:-કેતન મહેતા, ભરૂચ