રોકડ અને જપ્તીના કેસોમાં નાગરિકો કોઈપણ રજૂઆત/ફરિયાદ માટે મદદનીશ નોડલ અધિકારીશ્રીનો સંપર્ક કરી શકશે

આગામી લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ ની જાહેરાત તા. ૧૬/૦૩/૨૦૨૪ ના રોજ કરવામાં આવેલ છે. જે અંતર્ગત ચૂંટણી જાહેરાતથી આદર્શ આચારસંહિતા અમલમાં આવેલી છે. ચૂંટણીઓની શુધ્ધતા જાળવવા માટે ફલાઈંગ સ્કવોડ અને સ્ટેટીક સર્વેલન્સ ટીમ દ્વારા કરવામાં આવતી કાર્યવાહીના ભાગરૂપે જપ્ત કરવામાં આવતી રોકડની જપ્તીના દરેક કેસની તપાસ કરી સાચી વ્યક્તિઓ અને જનતાને અસુવિધા ટાળવા માટે તેમજ જો કોઈ વ્યક્તિને આ બાબતે કોઈ ફરીયાદ હોય તો તેના નિવારણ માટે જિલ્લા કક્ષાએ “જિલ્લા ફરિયાદ સમિતિ” ની રચના નોડલ ઓફિસર એક્ષ્પેન્ડીચર મોનિટરીંગ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી,કચ્છ-ભુજના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી છે. જે અંતર્ગત આવી કોઈ રજૂઆત માટે ત્વરીત કાર્યવાહી થાય તે હેતુસર સભ્ય સચિવ (કન્વીનર) તરીકે મદદનીશ નોડલ ઓફિસર એક્ષ્પેન્ડીચર મોનીટરીંગ અને જિલ્લા સહાયક નિરિક્ષકશ્રી (સ્થાનિક ભંડોળ),ભુજ-કચ્છના સંપર્ક નં.૦૨૮૩૨-૨૫૦૬૫૨ જાહેર જનતા માટે પ્રસિધ્ધ કરવામાં આવે છે. જેના પર ઉપર મુજબના કિસ્સાઓમાં કોઈ રજૂઆતો/ફરીયાદ હોય તો તેઓનો સંપર્ક કરી શકાશે. તેમ મામલતદારશ્રી ચૂંટણીની અખબારીયાદીમાં જણાવાયું છે.