રાપર નગરપાલિકા ના પાપે અત્યાર સુધી સાત લોકો એ આંખલા ના લીધે જીવ ગુમાવ્યા

વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેર મા દિન પ્રતિદિન રખડતા ઢોરો અને આંખલાઓ નો ત્રાસ વધી રહ્યો છે જેમાં થી રખડતા ઢોરો અને આંખલાઓ એક ઢોર નિભાવી રહેલી સંસ્થા ના છે જેમાં ચરીયાણ માટે જ્યારે જાય છે ત્યારે વગડામાં જવા ના બદલે રાપર શહેર મા આવી જાય છે અને આંતક મચાવી રહ્યા છે રાપર શહેર મા લગભગ પંદર સો થી બે હજાર જેટલા રખડતા ઢોરો અને આંખલાઓ છે શહેર ની કોઈ ગલી બાકી નહિ હોય કે જ્યાં આંખલાઓ જોવા ન મળે તેનુ કારણ ગામડામાં થી ખેડૂતો અને પશુપાલકો ઢોર નિભાવી રહેલી સંસ્થા મા મુકવા માટે આવે છે પરંતુ ઢોર નિભાવી રહેલી સંસ્થા ઢોર સ્વીકારવા ની ના પાડી દે છે એટલે સંસ્થા ની બહાર રખડતા મુકી ગામડાના લોકો જતા રહે છે રાપર શહેર મા છેલ્લા એક દાયકા મા રખડતા ઢોરો અને આંખલાઓ ના લીધે સાત જેટલા લોકો એ જીવ ગુમાવ્યો છે અને અનેક લોકો ઘાયલ થયા છે ભાજપની સરકાર મા રખડતા ઢોરો અને આંખલાઓ એ માઝા મૂકી છે આંખલાઓ ના લીધે આજે સવારે અયોધ્યાપૂરી વિસ્તારમાં એક આંખલો ભુરાયો કે હડકાયો થયો હતો આ આંખલાએ છ થી સાત લોકો ને હડફેટે લીધા હતા જેમાં પીડબલ્યુડી ના નિવૃત્ત કર્મચારી કરશન ભાઈ સવજી માલી ઉ.વ.67 ને અડફટે લીધા હતા જેમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા તેમને પ્રથમ રાપર ખાતે સારવાર આપવામાં આવી હતી વધુ સારવાર માટે ગાંધીધામ લઈ જવામાં આવી રહયા હતા ત્યાં રસ્તામાં જ મૃત્યુ થયું હતું તો અન્ય એક બાબુભાઈ ધરમસી માલી તથા અન્ય ચાર પાંચ લોકો ને અડફટે લીધા હતા જેમાં ઈજાઓ પહોંચી હતી પ્રાથમિક સારવાર માટે રાપર ની ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી આ આંખલાએ સવારે આંતક મચાવી દીધો હતો રાપર શહેર મા પણ નગરપાલિકા ના પાપે શાકભાજી વેપારીઓ તથા નાસતા ના દુકાન લારી વારા રોડ પર એઠવાડ ફેંકે છે જાહેર રસ્તા પર આખલા ની ફાઈટ જામે છે રાપર નગરપાલિકા દ્વારા રખડતા આખલા અને ઢોર પકડવાની કાર્યવાહી નાટક પુરતી કરી લે છે પરંતુ ઢોરો નિભાવી રહેલી સંસ્થા પર કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી તે કયા કારણોસર પગલાં લેતા નથી તે શંકાસ્પદ છે નગરપાલિકા ના ચીફ ઓફિસર રવાજી જાડેજા ને આ અંગે પુછપરછ કરતા તેમણે રખડતા ઢોરો અને આખલા ને પકડવા ની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું જણાવ્યું હતું જોઇએ હવે રાપર નગરપાલિકા પકડવા માટે કામગીરી કરશે કે વધુ લોકો ના મોત નો તમાશો જોઈ પકડવા નુ નાટક કરશે તેમ લોકો મા ચર્ચાઈ રહ્યું છે