ભુજ શહેરમાં 38 શરાબની બોટલો સાથે એક શખ્સ ઝડપાયો
સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ બાતમીના આધારે એલસીબીએ શહેરના ફ્લેટ ઉપર છાપો મારતા દારૂના ધંધાર્થીને શરાબની 38 બોટલ જેની કુલ કિં. રૂ.26,535 ના મુદામાલ સાથે ઝડપાયો હતો. જેમાં એલસીબીએ જણાવેલ વિગત મુજબ તેમને બાતમી મળેલ કે, ભુજના મહાવીરનગરમાં પ્રશાંત પાર્ક-બેમાં રહેતા શખ્સ દ્વારા બહારથી શરાબનો જથ્થો મંગાવી પોતાના ફ્લેટમાં ગેરકાયદેસર છૂટક વેચી રહ્યો છે, આ બાતમીના આધારે એલસીબીએ દરોડો પાડતાં એક શખ્સ તેમજ 38 અલગ-અલગ બ્રાન્ડની શરાબ બોટલો હસ્તગત કરી એ- ડિવિઝન પોલીસે આગાળની કાર્યવાહી હાથ ધરી છે તેમજ એ-ડિવિઝન પોલિસ દ્વારા મળેલ માહિતી અનુસાર આરોપી શખ્સ વિરુદ્ધ અગાઉ પણ પાંચ જેટલા દારૂ સબંધિત ગુના નોંધાયેલા છે.