દેશી બંદૂક સાથે એક ઈસમ ને ઝડપી પડતી પશ્ચિમ કચ્છ પોલીસ
પશ્ચિમ કચ્છ પોલીસની સ્થાનિક ગુનાશોધક શાખાની ટીમે ભુજ-માંડવી રોડ પર ખત્રી તળાવ નજીક ગેરકાયદેસર દેશી બંદૂક સાથે આરોપીને ઝડપી પડ્યો હતો. પોલીસે જણાવેલ માહિતી અનુસાર, પૂર્વ બાતમી અનુસાર હાથ ધરાયેલી કાર્યવાહીમાં ભુજના ખત્રી તળાવ પાસે બાવળોની ઝાડીમાં શંકાસ્પદ હાલતમાં રહેલા ભુજના રહેવાસી આરોપી ઈસમ પાસેથી હાથ બનાવટની ગેરકાયદેસર દેશી બંદૂક મળી હતી. તેની પાસે કોઇ પરમિટ ન હોવાથી હથિયાર રાખવાના ગુનામાં પોલીસે તેની અટક કરી અને હથિયારધારા હેઠળ ગુનો નોંધી માનકૂવા પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે.