દુધઈ પો.સ્ટે.નાં અપહરણ-બળાત્કારના ગુના કામે નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ,પુર્વ -કચ્છ, ગાંધીધામ
આગામી લોકસભા ચુંટણી -૨૦૨૪ અનુસંધાને મ્હે.પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ,ગાંધીધામ નાઓ તરફથી નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા આપેલ સુચના આધારે ઈન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા એલ.સી.બી. નાઓની આગેવાનીમાં એલ.સી.બી ટીમ નાસતા ફરતા આરોપીઓ શોધવા સતત પ્રયત્નશીલ હતી દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે દુધઈ પોલીસ સ્ટેશનનાં અપહરણ-બળાત્કારના ગુના કામે નાસતા ફરતા આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી માટે દુધઈ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.
પકડાયેલ નાસતા ફરતા આરોપીનું નામ
ચનાભાઈ બાબુભાઈ પરમાર (કોલી) ઉ.વ. ૫૦ મુળ રહે.આંબલીયારા તા.ભચાઉ હાલે રહે. નાના ભાડીયા વાડી વિસ્તાર તા.માંડવી
પકડાયેલ આરોપી નીચે મુજબના ગુના કામે નાસતો ફરતો છે.
- દુધઈ પો.સ્ટે. ગુ.૨.નં. ૦૨૨૩/૨૩ ઈ.પી.કો.ક.૩૬૩,૩૬૬,૩૭૬(૨) (એન) (જે), ૧૧૪ તથા પોકસો એક્ટ ૪,૬ મુજબ
આ કામગીરી લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા તથા એલ.સી.બી.સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.