ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા-ફરતા રીઢા આરોપીને ગજેરા ખાતેથી ઝડપી પાડતી કાવી પોલીસ
પોલીસ મહાનિરીક્ષક સંદિપ સિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જીલ્લાના પોલીસ અધિક્ષક મયુર ચાવડાનાઓએ જીલ્લામાં બનતા મિલકત સંબધી ગુનાઓ અટકાવવા તેમજ મિલકત સંબંધી ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢવા આપેલ સુચના આધારે નાયબ પોલીસ અધિક્ષક પી.એલ.ચૌધરી તથા સર્કલ પોલીસ ઇન્સપેક્ટર કે.એમ.વાઘેલા તથા પોલીસ સબ ઇન્સપેક્ટર વી.એ.આહીર કાવી પોલીસ સ્ટેશનનાઓએ કાવી પો.સ્ટેના પોલીસ કર્મચારીઓને પો.સ્ટેના નાસતા-ફરતા આરોપીની માહીતી એકત્ર કરી આરોપીઓ શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા માર્ગદર્શન આપેલ દરમ્યાન અ.હે.કો.વિરભદ્રસિંહ જયવંતસિંહ બ.નં.૧૦૧૧ કાવી પો.સ્ટે નાઓ નાસતા-ફરતા આરોપીઓની તપાસમાં હોય તે દરમિયાન બાતમીદારથી મળેલ ખાનગી બાતમી આધારે કાવી પો.સ્ટે નો ઘરફોડ ચોરીનો આરોપી જયંતીભાઇ નવઘણભાઇ વાઘરી (વાઘેલા) ઉ.વ. ૩૫ રહે, વત્રા ગામ, તા.ખંભાત જી.આણંદ, નો છેલ્લા પાંચેક વર્ષથી પોલીસ ધરપકડથી નાસતો ફરતો હોય જેને આજ રોજ ગજેરા ગામ ખાતેથી પકડી લઇ હસ્તગત કરવામા આવેલ છે.
પકડાયેલ આરોપી
જયંતીભાઇ નવઘણભાઇ વાઘરી (વાઘેલા) ઉ.વ. ૩૫ રહે, વત્રા ગામ, તા.ખંભાત જી.આણંદ.
શોધી કાઢેલ ગુનાની વિગત
(૧) કાવી પો.સ્ટે ગુ.ર.નં ફસ્ટ ૦૭/૨૦૧૯ ઇ.પી.કો કલમ ૩૮૦,૪૫૭,૧૧૪,૪૧૧ મુજબ તથા
(૨) વેડચ પો.સ્ટે. ગુ.ર.નં. ફસ્ટ ૨૦/૨૦૧૯ ઇ.પી.કો કલમ ૪૫૪,૪૫૭,૩૮૦,૧૧૪,૪૧૧ મુજબ
કામગીરી કરનાર ટીમ
પો.સ.ઈ. વી.એ.આહીર તથા અ.હે.કો.. વિરભદ્રસિંહ જયવંતસિંહનાઓ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ