શરીર સબંધી તથા પ્રોહીબીશનનાં ગુના આચરતા ઇસમને હદપા૨ ક૨તી બાલાસર પોલીસ

આગામી લોકસભા ચુંટણી -૨૦૨૪ અનુસંધાને મ્હે.પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં શરીર સબંધી તથા પ્રોહીબીશનની પ્રવૃતિ આચરતા ઇસમો પર રોક લગાવવા અને જરૂરી અટકાયતી પગલા લેવા સુચના આપેલ હોય જેથી નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઈન્સપેક્ટર વી.એ.ઝા દ્વારા અવારનવાર પ્રોહીબીશન તથા શરીર સબંધી ગુના આચરતા નીચે જણાવ્યા મુજબના માથાભારે ઇસમ વિરુધ્ધ હદપારી દરખાસ્ત તૈયાર કરવામાં આવેલ અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી ભચાઉનાઓ દ્વારા હદપારી દરખાસ્ત મંજુર રાખી કચ્છ જીલ્લો તથા કચ્છ જીલ્લાને અડીને આવેલ બનાસકાંઠા, પાટણ,મોરબી અને સુરેન્દ્રનગર જીલ્લામાંથી એક વર્ષ માટે હદપાર કરવા હુકમ કરેલ. જેથી આજરોજ બાલાસર પોલીસ દ્વારા નીચે જણાવેલ આરોપીને હસ્તગત કરી હદપારી હુકમની આજરોજ બજવણી કરેલ છે.આ કામગીરી નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ તથા પોલીસ સબ ઇન્સપેકટર વી.એ.ઝા બાલાસર તથા બાલાસર પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે