“ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેમજ રાજયના અલગ – અલગ શહેરોમાં રાત્રીના સમયે થયેલ ઘરફોડ ચોરીના કુલ – ૧૦ ગુનાનો ભેદ ઉકેલી આંતરરાજ્ય ગેંગના ત્રણ ઇસમોને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ”
પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબનાઓએ જીલ્લામાં ચોરીના બનતા બનાવો અટકાવવા તેમજ વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે સુચના આપેલ.
જે અનુસંધાને આજરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ
ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબ તથા પો.સબ.ઇન્સ.શ્રી ટી.બી. રબારી સાહેબનાઓના માર્ગદર્શન
હેઠળ જીલ્લામાં બનેલ વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓને
સૂચના આપેલ હતી. જે સૂચના મુજબ એલ.સી.બી.ના એ.એસ.આઇ. બલભદ્રસિંહ રાણા તથા પો. હેડ કોન્સ.
વિરેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ ઝાલા, મયુરધ્વજસિંહ જાડેજા, સુરજભાઈ વેગડા, નવીનકુમાર જોષી,
શક્તિસિંહ ગઢવી, રાજેન્દ્રસિંહ રાઠોડ, મહીપાલસિંહ પુરોહીતનાઓ ટેકનીકલ સર્વેલન્સ તેમજ હયુમનસોર્શીશ
આધારે જીલ્લામાં બનેલ વણશોધાયેલ ચોરીના ગુનાઓ શોધી કાઢવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન
પોલીસ હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ જાડેજા તથા મહિપાલસિંહ પુરોહિતનાઓને સયુકત રીતે ખાનગી રાહે
બાતમી હકીકત મળેલ કે, “ ગઈ તા. ૦૩/૦૪/૨૦૨૪ ના રોજ સ્ટેશન રોડ ઉપર કચ્છ રંગ ભંડાર નામની
દુકાનમાં થયેલ ચોરીમાં સી.સી.ટી.વી. ફુટેજમાં દેખાતા ત્રણ ઇસમો જેવા કપડા પહેરેલ તેમજ તેવા
શારીરિક બાંધા વાળા ઇસમો હાલે રેલ્વે સ્ટેશન થી ભીડનાકા તરફ જતા રસ્તા પર ફુટપાથ પાસે હાજર
છે.] જે બાતમી આધારે વોચમાં રહી હકીકત વાળી જગ્યાએ આવી તપાસ કરતા મજકુર ત્રણ ઇસમો મળી
આવેલ જેઓની પુછ પરછ કરતા પોતે પોતાનુ નામ (૧) મોહમંદ મુદન્સીર સ/ઓ અબ્દુલ જલીલ શેખ
ઉ.વ. ૪૫ રહે બઢૌલી પોસ્ટ બઢૌલી જરવલ (ગ્રામીણ), બહરાઇચ ઉતરપ્રદેશ પીન ૨૭૧૯૦૪ (૨) મોહમંદ
શરીફ સ/ઓ યાર મોહમંદ શેખ ઉ.વ. ૪૦ રહે પનીગોપુરે યુરીહારનકા પુરવા, ત્રીલોચંપુર પ્રતાપગઢ
ઉતરપ્રદેશ ૨૨૯૪૦૮ (૩) નસીમ સ/ઓ હનીફ શેખ ઉ.વ. ૧૯ રહે ગોહાના, ગોડા લમતી, ગેહુવા
ઉતરપ્રદેશ ૨૭૧૩૦૨ વાળાઓ હોવાનું જપવેલ મજકુર ઇસમોની પુછપરછ કરતા ભુજ શહેર બી ડિવિઝન
પો.સ્ટે. દાખલ થયેલ રાત્રી ઘરફોડ ચોરીના ગુનાની કબુલાત આપેલ તેમજ વધુમાં સદરહુ ઇસમોની યુકતિ
પ્રયુકિતથી પુછ પરછ કરતા સદરહુ ઇસમોએ મધ્યદેશ, મહારાષ્ટ્ર, છતીસગઢ રાજયના અલગ – અલગ
શહેરોમાં કરેલ કુલ ૦૯ ચોરી સહીત કુલ ૧૦ ચોરીની કબુલાત આપેલ જેથી મજકુર ઇસમોને
આગળની કાર્યવાહી સારૂ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.
→ પકડાયેલ ઇસમો
(૧) મોહમંદ મુદત્સીર સ/ઓ અબ્દુલ જલીલ શેખ ઉ.વ. ૪૫ રહે બઢૌલી પોસ્ટ બઢૌલી જરવલ (ગ્રામીણ), બહરાઇચ ઉતરપ્રદેશ પીન ૨૭૧૯૦૪ (૨) મોહમંદ શરીફ સ/ઓ યાર મોહમંદ શેખ ઉ.વ. ૪૦ રહે પનીગોપુરે ચુરીહારન’કા પુરવા, ત્રીલોચંપુર પ્રતાપગઢ ઉતરપ્રદેશ ૨૨૯૪૦૮
(3) નસીમ સ/ઓ હનીફ શેખ ઉ.વ. ૧૯ રહે ગોહાના, ગોંડા લમતી, ગેહુવા ઉતરપ્રદેશ ૨૭૧૩૦૨
- આરોપીઓની એમ.ઓ.
સદરહુ આરોપીઓ પોતાના વતનથી ટ્રેન મારફતે ચોરી કરવા માટે નકકી કરેલ શહેર ખાતે આવી રેલ્વેસ્ટેશનની આજુબાજુમાં રોકાઈ જઈ રાત્રીના સમયે રેલ્વેસ્ટેશન તથા બસસ્ટેશનની બાજુમાં આવેલ દુકાનોના સટર ઉંચા કરી દુકાનમાં રહેલ રોકડ રૂપીયાની ચોરી કરી ચોરી કરેલ રૂપીયા મની ટ્રાસ્નફર મારફતે પોતાના સબંધીના એકાઉન્ટમાં મોકલી આપવાની એમ.ઓ. ધરાવે છે.
→ કબ્જે કરેલ મુદામાલ
- મોબાઇલ ફોન નંગ-૦૪ કિ.રૂ.૨૦૦૦/-
- રોકડ રૂ.૧,૦૧, ૫૨૦/-
- આરોપીઓના આધારકાર્ડ, સ્કુડ્રાઇવર, એક કાળા કલરનો બેગ
- વણશોધાયેલ ગુનો શોધી કાઢેલ
- ભુજ શહેર એ ડિવિઝન પો.સ્ટે. ૧૧૨૦૫૦૪૩૨૪૦૩૨૭/૨૦૨૪ આઇ. પી.સી. ૩૮૦, ૪૫૭
- મધ્યપ્રદેશ રાજ્યના રીવા શહેર સમાન પોલીસ સ્ટેશન ગુ.ર.ન. ૦૧૦૨/૨૦૨૪ આઇ.પી.સી. કલમ
३८०,४५७
આજથી આશરે પંદરેક દિવસ પહેલા જબલપુર મધ્યપ્રદેશ ખાતે જઈ ત્યા પણ એક દુકાનનું શટર તોડેલ હતી અને ત્યાથી ૨૫૦૦/- જેટલા રોકડા રૂપીયા મળેલ હતા.
- આજથી આશરે વિસથી પચીસ દિવસ પહેલા મધ્યપ્રદેશ રાજયના ખંડવા ખાતે રેલ્વે સ્ટેશનની સામે સિગારેટની દુકાનનું શટર તોડેલ અને તેમાથી ૬૦૦૦ થી ૭૦૦૦/- જેટલા રોકડા રૂપીયા મળેલ હતા.
- આજથી આશરે વિસથી પચીસ દિવસ પહેલા મધ્યપ્રદેશ રાજયના ખડવા ખાતે રેલ્વે સ્ટેશનની સામે એક દવાની દુકાનનું શટર તોડેલ અને તેમાથી 3000/- જેટલા રોકડા રૂપીયા મળેલ હતા.
ン આજથી આશરે દોઢ બે મહીના પહેલા છત્તીસગઢ રાજયના બીલાસપુર ખાતે રેલ્વે સ્ટેશનની થી આશરે એકાદ કી.મી. દુર મેડીકલની દુકાનનું શટર તોડેલ અને તેમાથી ૨૫૦૦/- જેટલા રોકડા રૂપીયા મળેલ હતા.
- આજથી આશરે વીસ થી પચીસ દિવસ પહેલા મધ્યપ્રદેશ રાજયના ઇન્દોર ખાતે બસ સ્ટેશન થી થોડે દુર પ્રાઇવેટ હોસ્પીટલની બાજુમાં મેડીકલની દુકાનનું શટર તોડેલ અને તેમાથી ૪૨૦૦/- જેટલા રોકડા રૂપીયા મળેલ હતા.
આજથી આશરે દોઢ બે મહીના પહેલા મધ્યપ્રદેશ રાજયના ઉજ્જૈન ખાતે રેલ્વે સ્ટેશન થી મહાકાલ મંદિર તરફ જતા પ્લાયવુડની દુકાનનું શટર તોડેલ અને તેમાથી ૩૫૦૦/- જેટલા રોકડા રૂપીયા મળેલ હતા. આજથી આશરે બે મહીના પહેલા મધ્યપ્રદેશ રાજયના ભોપાલ ખાતે બસ સ્ટેશન થી થોડા આગળ એસ.બી.આઇ. બેંકના એ.ટી.એમ. ની બાજુમાં આવેલ ઓઇલની દુકાનનું શટર તોડેલ અને તેમાથી ૨૫૦૦/- જેટલા રોકડા રૂપીયા મળેલ હતા.
આજથી આશરે સવા બે મહીના પહેલા છતીસગઢ રાજ્યના દુર્ગ શહેર ખાતે બસ સ્ટેશનની નજીકમાં મેઇન હાઇવે ઉપર ભારત નામની ફર્નીચરની દુકાનનું શટર તોડેલ અને તેમાંથી ૫૦૦૦-૬૦૦૦/- જેટલા રોકડા રૂપીયા મળેલ હતા. તેમ જણાવેલ.
*+ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ
સદરહુ આરોપીઓ અગાઉ ઉતરપદેશ રાજયના પ્રતાપગઢ જિલ્લાના સંગ્રામગઢ પોલીસ સ્ટેશન ખાતે ચોરીના ૦૩ ગુનાઓમાં પકડાયેલ છે.