અંજાર તાલુકાના પાંતિયા ગામની સીમમાં વાડી વિસ્તારમાં વીજશોક લાગતાં યુવાનનું મોત
copy image

અંજાર તાલુકાના પાંતિયા ગામની સીમમાં વાડી વિસ્તારમાં વીજશોક લાગતાં યુવાનનું મોત નીપજયું હતું. પાંતિયા ગામમાં રહેનાર યુવાન ગઇકાલે સવારના અરસામાં પોતાની વાડીએ કામ કરી રહ્યો હતો. તે દરમ્યાન, ઇલેક્ટ્રિક રૂમમાં મોટર સ્ટોરમાં કામ કરવા જતાં તેને અકસ્માતે વીજશોક લાગ્યો હતો.જે અંગે યુવાનને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. યુવાનનું અકાળે મોત થતાં ભારે ચકચાર મચી હતી.