અંજારના નિંગાળમાં હાથ બનાવટની દેશી બંદૂક સાથે એક ઈશમ પોલીસના સકંજામાં

અંજારના નિંગાળમાં આવેલા એક વાડાની અંદર જમીનમાં સંતાડેલી બંદૂક પોલીસે શોધી કાઢી શખ્સની ધરપકડ કરી હતી  અંજારની સ્થાનિક પોલીસ ગઈરાત્રે  પેટ્રોલિંગમાં  હતા ત્યારે નિંગાળ ગામના દરબારવાસમાં રહેનારા યુવાન પોતાના કબ્જાના વાડામાં બંદૂક છૂપાવી હોવાની જાણકારી  આ ટીમને મળી હતી. મળેલ જાણકારીના   આધારે પોલીસે પોતાની તૈયારી કરી આ શખ્સના વાડામાં છાપો માર્યો હતો. વાડામાં આવેલ ઓરડી પાછળ તપાસ કરાતા તાજો ખોદાયેલ ખાડો જોવા મળતા . ત્યાં  ખાડો ખોદીને તપાસ કરતા અંદરથી હાથ બનાવટની દેશી બંદૂક મળી આવી હતી. રૂા. 2000ની આ બંદૂક પોલિસે પોતાના હસ્તગત   કરી તેમજ  આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ શખ્સ બંદૂક ક્યાંથી લઈ આવ્યો અને કેવા ઉપયોગ માટે તેણે રાખી હતી તેની આગળની  વધુ તપાસ  પોલીસે હાથ ધરી છે.